લુણી-વડાલા માર્ગે કારે બે ભેંસને અડફેટે લેતા એકનું મોત : એક ઘાયલ

 મુંદરાના લુણી-વડાલા માર્ગે સવારે કારે બે ભેંસને અડફેટે લેતા એકનું મોત થયું હતું, જ્યારે એક ઘાયલ થઈ હતી. આ અંગે મુંદરા મરીન પોલીસ મથકે, પશુપાલક સકુર જાકબ રાયશીએ નોંધાવેલી ફરિયાદ મુજબ સવાણરે પાંચ વાગ્યાના અરસામાં લુણી વડાલા રોડ પર તેમની ભેંસો માર્ગ ઓળંગી રહી હતી ત્યારે અર્ટીગા કારના ચાલકે પૂરઝડપે – બેદરકારકીથી કાર ચલાવી બન્ની નસલની ભેંસ અડફેટે લેતા એકનું મોત નીપજ્યું હતું અને એક ઘાયલ થઈ હતી. ફરિયાદીને કુલે રૂા. 3,10,000નું નુકસાન પહોંચાડયાનું ફરિયાદમાં લખાવાયું છે.