ધાણેટી પાસે ગાડીમાં આગ

ભુજ તાલુકાના ધાણેટી પાસે ઈસુઝુ ગાડીમાં આગ લાગ્યાનો બનાવ બન્યો હતો.સૂત્રો માંથી મળતી માહિતી મુજબ 7:30 વાગ્યાના અરસામાં ભુજ ફાયર સ્ટેશનના કન્ટ્રોલરૂમમાં જનરક્ષક (112)માંથી કોલ આવ્યો હતો કે, ધાણેટી પાસે આવેલા ગાંગા મહારાજ રોડ પર ઈસુઝુ ગાડીમાં કોઈ કારણસર આગ લાગી છે. આથી ફાયરની ટીમ ઘટના સ્થળે આગ બુઝાવાના સાધનો સાથે ધસી જઈ આગ બુઝાવી હતી.