ચેક પરતના કેસમાં રવાપરના આરોપીને એક વર્ષની સજા

ચેક પરત ફરવાના કેસમાં નખત્રાણા તાલુકાનાં રવાપરના આરોપીને કોર્ટે તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ફરમાવી છે.આ કેસની મળતી માહિતી અનુસાર રવાપરના બારમેડા વિશાલ રવજીભાઈ પાસેથી મિત્રતાના સંબંધે આરોપીએ રૂપિયા 50 હજાર હાથ ઉછીના લીધા હતા. લેણી રકમ ચૂકવવા આરોપીએ ફરિયાદીને રૂપિયા 15000, 15000 તથા 20000ના ત્રણ ચેક આપ્યા હતા, જે પરત ફરતાં દાખલ થયેલા કેસમાં નખત્રાણાના અધિક ચીફ જ્યુ. મેજિ.એ આરોપીને કસૂરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા દંડ રૂા. 50000 વળતર પેટે ફરિયાદીને એક માસમાં ચૂકવી આપવા અને ન ચૂકવે, તો વધુ ત્રણ માસની સજાનો હુકમ ફરમાવ્યો છે.