કાશ્મીરી પંડિતોને ફરી આતંકી ધમકી
કાશ્મીર ઘાટીમાં ફરી એક વખત 90ના દશક જેવો ડરનો માહોલ બનાવવાની કોશિશ થઈ રહી છે. ત્યારે ઘાટીમાં કાશ્મીરી હિંદુઓના પુનર્વાસની કોશિશોમાં અડચણ ઉભી કરવા માટે ખતરનાક આતંકી સાજિશનો ખુલાસો થયો છે. આ માટે કાશ્મીરી પંડિત કર્મચારીઓને ધમકી આપવામાં આવી છે અને એક યાદી જાહેર થઈ છે જેમાં કાશ્મીરી પંડિત સરકારી કર્મચારીઓનાં નામ, ફોન નંબર, કાર્ય સ્થળ અને ઘરના સરનામાની સટિક જાણકારી છે. આ ધમકી બાદ સુરક્ષા દળ એલર્ટ બન્યા છે અને સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. કાશ્મીર ઘાટીમાં કાશ્મીરી પંડિતોની યાદી સોશિયલ મીડિયામાં સામેલ આવી છે. જેને લશ્કર એ તૈયબા સંબંધિત સંગઠન યુનાઇટેડ લિબરેશન કાઉન્સિલ (યુએલસી) સાથે જોડવામાં આવી છે. ધમકીમાં આતંકીઓએ કાશ્મીરી પંડિતોને ગદ્દાર ગણાવ્યા છે અને દિલ્હીમાં બેસેલા માલિકોના ઈશારે કામ કરતા હોવાનું કહ્યું છે.