ભુજ ચેપ્ટરને ગુજરાત ઝોનમાં શ્રેષ્ઠ અને નોંધપાત્ર કામગીરી બદલ “Emerging Chapter Award”*થી સન્માનિત

image

धन्होर जाते योभयेता JITO Apex National Sameeksha Awards 2024-26માં * JITO ભુજ ચેપ્ટરને ગુજરાત ઝોનમાં શ્રેષ્ઠ અને નોંધપાત્ર કામગીરી બદલ “Emerging Chapter Award”*થી સન્માનિત કરવામાં આવ્યું.જાણીતી અભિનેત્રી વિંકલ ખન્નાના હસ્તે આ એવોર્ડ JITO ભુજના ચેરમેન પંકજ મેદતા, ચીક સેક્રેટરી બિરજુ શાદ, વાઇસ ચેરમેન પારા મેહતા અને સંજય દેસાઈએ સ્વીકાર્યો.દેશ-વિદેશના 94 JITO ચેપ્ટર્સની કામગીરીના મૂલ્યાંકનમાં સભ્ય વૃદ્ધિ, સમાજોપયોગી પ્રોજેક્ટ્સ, મહિલા સશક્તિકરણ, યુવા ભાગીદારી, JITO Awas, JBN અને JITO Jobs સહિત વિવિધ ક્ષેત્રોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.JITO ભુજ દ્વારા કચ્છ યુનિવર્સિટી અને ચાણક્ય ફિઝિયોથેરાપી કોલેજ સાથે MOU, વૃક્ષારોપણ, રોજગાર મેળા, મહિલા સરાક્તિકરણ અને યુવા પ્રવૃત્તિઓ સહિત અનેક સમાજોપયોગી કામગીરી કરવામાં આવી છે.ચેરમેન પંકજ મેદતા અને ચીફ સેક્રેટરી બિરજુ શાદે જણાવ્યું કે, “આ એવોર્ડ સમગ્ર JITO ભુજ પરિવારની ટીમવર્ક અને સમર્પણની સિદ્ધિ છે.”

94 ચેપ્ટર્સ વચ્ચે મળેલું આ સન્માન સમગ્ર કચ્છ માટે ગૌરવની બાબત બન્યું છે