માંડવી ખાતે કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં “તાલુકા સ્વાગત” કાર્યક્રમ યોજાયો

image

માંડવી: મામલતદાર કચેરી ખાતે કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં “તાલુકા સ્વાગત” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તાલુકાભરમાંથી આવેલા અરજદારોએ પોતાના પડતર પ્રશ્નો અને વિવિધ રજૂઆતો કલેક્ટર સમક્ષ મુકી હતી.

કાર્યક્રમ દરમિયાન કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાએ રજૂ થયેલા તમામ પ્રશ્નો અને અરજીઓ અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે ઉપસ્થિત અધિકારીઓને પ્રજાકીય પ્રશ્નોનો સકારાત્મક અને ઝડપી ઉકેલ લાવવા માટે જરૂરી દિશા-નિર્દેશો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

“તાલુકા સ્વાગત” કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કલેક્ટરશ્રીએ મામલતદાર કચેરીના વિવિધ ટેબલો અને શાખાઓની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે માંડવી મામલતદારશ્રી સહિત તાલુકાના વિવિધ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.