સૂરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટ પર રૂ.100ની લાંચ લેતા વનરક્ષક ઝડપાયા

image

સૂરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટની ઓફિસમાં ACBનું ડીકોય છટકું ગોઠવાયું. લાકડા ભરેલા વાહનના વાહતુક પાસમાં સિક્કા કરી રજીસ્ટરમાં નોંધ કરવા રૂ.100ની લાંચ માંગાઈ.ખાનગી વ્યક્તિ જામનસા ઓસામણ સૈયદે ડીકોયર પાસેથી લાંચની રકમ સ્વીકારી.ACBની ટીમે રૂ.100ની લાંચની રકમ સાથે ખાનગી વ્યક્તિને ઝડપી પાડ્યો.મામલામાં વનરક્ષક હરેશભાઈ હેમરાજભાઈ ચૌધરીની સંડોવણી સામે આવી.લાકડા ભરેલા વાહનો પાસેથી રૂ.100થી રૂ.1000 સુધીની લાંચ માંગાતી હોવાની રજૂઆતો મળી હતી.ACB ગાંધીધામને મળેલી માહિતીના આધારે ડીકોય છટકાનું આયોજન કરાયું.લાંચની રૂ.100ની રકમ ACB દ્વારા રિકવર કરવામાં આવી.સૂરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટ ખાતે ACB કચ્છ પૂર્વની ટીમે કાર્યવાહી કરી.ટ્રેપીંગ ઓફિસર તરીકે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. ચૌધરીએ કાર્યવાહી હાથ ધરી. મામલે ACB દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી