મુંદરા પોર્ટમાં લાલ રેતીનાં પાંચ કન્ટેનર કબ્જે

image

મુંદરા કસ્ટમ દ્વારા પાંચ જેટલાં કન્ટેનરને ખોલીને અંદર તપાસ કરતાં ક્વાર્ટસ પાઉડરની જગ્યાએ પ્રતિબંધિત ગાર્નેટ (લાલ રેતી)નો 168 મેટ્રિક ટન જેટલો જથ્થો મળી આવ્યો હતો. જેની અંદાજિત કિંમત રૂા. પાંચ કરોડથી વધુની છે. આ અંગે , પ્રતિબંધિત ગાર્નેટની નિકાસ ફક્ત સરકારની ઇન્ડિયન રેર અર્થ લિમિટેડ, જે ભારત સરકારનું ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી હસ્તગત છે. તેના દ્વારા જ નિકાસ કરી શકાય છે. સામાન્ય નિકાસકાર નિકાસ કરી શકે નહીં તેમ છતાં ક્વાર્ટસ પાઉડરના નામે માલ દર્શાવી નિકાસ થાય તે પહેલાં મુંદરા કસ્ટમની ડોક્સ એક્ઝામિનેશન અને આ.આઈ.આઈ.બી. શાખા દ્વારા સૌરાષ્ટ્ર સીએફએસમાંથી આવેલા આ કન્ટેનરોને ખોલતાં જથ્થો પકડી પાડી તેના સેમ્પલ લઈ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલાયો છે, જે રિપોર્ટ આવશે તેના નિકાસકાર અને કસ્ટમ હાઉસ એજન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરાશે તેવું જાણવા મળે છે.