ભુજના હમીરસર તળાવમાં ડૂબી જવાથી 40 વર્ષીય યુવાનનું મોત

dead body.0

copy image

copy image

ભુજના હમીરસર તળાવમાં ડૂબી જવાથી 40 વર્ષીય યુવાનનું દુઃખદ મોત થયું હતું. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આજે બપોરે ભુજના ફાયર વિભાગને કોલ આવ્યો કે હમીરસર તળાવમાં લેકવ્યૂ પાસે યુવાન ડૂબી રહ્યો છે. તરત જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી. અને યુવાનને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.