ખાંડ પછી હવે ગોળના ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

image

ખાંડ અને ડુંગળી બાદ હવે ગોળના વધતા ભાવોએ આમ જનતાનું બજેટ ખોરવ્યું છે અને તહેવારોની સીઝન નજીક આવતાં લોકોમાં મોંઘવારીની ચિંતાને વધુ ગંભીર બનાવી દીધી છે. મુંબઈ એપીએમસીમાં ગોળનો ભાવ આશરે 80થી 100  રૂપિયા પ્રતિ કિલો નોંધાયો હતો. બજારમાં અલગ-અલગ ગુણવત્તાનો ગોળ મળે છે અને ગુણવત્તા પ્રમાણે તમારે વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. આ ઉપરાંત વેચાણ કેન્દ્રો પર ગોળના છૂટક ભાવ આનાથી પણ વધુ હોઈ શકે છે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા દેશના મુખ્ય ગોળ ઉત્પાદક રાજ્યોમાં છેલ્લા બે અઠવાડિયામાં ગોળના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. અહેવાલો અનુસાર, ગોળના ભાવમાં આશરે 25 ટકા સુધીનો વધારો થયો છે. પહેલા ખાંડ અને હવે ગોળના ભાવ વધવાને કારણે આગામી તહેવારોમાં મીઠાઈ, લાડુ અને અન્ય પરંપરાગત વાનગીઓ બનાવવાનો ખર્ચ વધી શકે છે. તેનો અર્થ એ થાય છે કે તહેવારોની સિઝનમાં મીઠાઈ ખરીદવી મોંઘી બનશે. જેના કારણે લોકોના ખિસ્સા પર મોંઘવારીનો બોજ વધી શકે છે. ઓક્ટોબરમાં નવા ઉત્પાદનની શરૂઆત થાય ત્યાં સુધી ગોળના ભાવ સ્થિર રહેવાની અપેક્ષા છે. ગોળના વધેલા ભાવ 2027 સુધી યથાવત્ રહી શકે છે. .