દિલ્હી સહિત દેશમાં સ્વાઇન ફ્લૂનો સકંજો

રાજધાની દિલ્હી સહિત દેશમાં સ્વાઇન ફ્લૂના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કર્ણાટકમાં ફ્લૂના કેસો વધીને 4300ને પાર થઇ ગયા છે, તો દિલ્હીમાં પણ સ્વાઇન ફ્લૂના મામલા 2300થી વધુ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ કયું છે કે, એન્ફ્લુએન્ઝાએનો એચવનએનવન સ્ટ્રેન હવે ભારતમાં શ્વાસની બીમારી ફેલાવવાવાળો અને સિઝનલ ફ્લૂ બની ગયો છે. જો કે, બહુ ચિંતાની વાત નથી અને મોટાભાગના લોકો યોગ્ય સારવાર અને પૂરતા આરામથી સાજા થઇ જાય છે. ભારતમાં એચવનએનવનનો કોઇ નવો સ્ટ્રેન નથી. ડબલ્યુએચઓના પૂર્વ મુખ્ય વિજ્ઞાની ડો.સૌમ્ય સ્વામિનાથને લોકોને કોરોના મહામારીના સમયે અમલી બનાવાયા હતા તે પ્રકારના સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્વચ્છતાના નિયમો પાળવા અનુરોધ કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સતત બીજા દિવસે તાકીદની બેઠક બોલાવી સ્થિતિની સમીક્ષા કરી હતી.