સરહદ ના સંત્રીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરતાં સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા

રક્ષા બંધન નિમિતે તારીખ 26/08/2026ના કચ્છ લોકસભા દ્વારા કચ્છના સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાએ સરહદના જવાનો સંગ
અબડાસા તાલુકાનાં અકરી BSF કેમ્પ ખાતે ભાજપા મંડલ, સંગઠન સ્નેહી બહેનો સાથે જઇ “સાંસદ સરહદ રક્ષાબંધન” ત્યોહાર ની ઉજવણી કરી છે. ભારત તહેવારો નો દેશ છે. આપણે ધાર્મિક, સામાજીક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ તેમાં પણ ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક રક્ષા બંધનના દિવસે બહેન ભાઈની કલાઈ પર રાખડી બાંધી ને આશિષ આપે છે. અને ભાઈ બહેન ના સુખ દુખ માં સહભાગી થવાનો વચન આપે છે. તેમ જણાવતા સાંસદશ્રી વિનોદભાઇએ જણાવ્યુ હતુ કે, પવિત્ર દિવસ ને બળેવ તરીકે પણ ઓળખાય છે. પવિત્ર દિને બ્રાહમણો જનોઇ બદલે છે. માછીમારો દરિયા દેવની પુજા કરે છે. આપણી અને આપણા માં ભોમ ની રક્ષા કરતાં સરહદના સંત્રીઓ પણ કોઈ બહેન ના ભાઇ છે. રક્ષા બંધનના તન થી દુર, બિહામણા રણ પ્રદેશ, દરિયા કિનારે અથવા સરહદે સતત હાજર રહી સરહદના સંત્રીઓને તેમના દીલને પણ ઓછું ન લાગે માટે દર વર્ષે લોક પ્રતિનિધિઓ સંગઠન અને સાથી મિત્રો સાથે વિવિધ બોર્ડર ચેક પોસ્ટ પર જઇ તેમના ખમીર – સેવા અને સુરક્ષા ને બિરદાવી સાથે આવેલ બહેનો દ્વારા તેમનું મોઢું મીઠું કરાવી રક્ષા સુત્ર બાંધી તેમને આશિષ પાઠવમાં આવે છે. તેમ શ્રી ચાવડાએ જણાવ્યુ હતુ. અકરી BSFકેમ્પ ના જવાનો સાથે ઉજવણી કરવામાં આવી હતી. તેમજ દરેક જવાનો ને મીઠાઇ નું બોક્ષ અને સાલ વડે સન્માન કરવામાં આવેલ, આ પ્રસંગે મહાનુભાવોમાં સી.ઓ અકરી બી.એસ.એફ. કેમ્પ વતી કમાન્ડટ શ્રી જગબીરસિંહ બદવાર, ડેપ્યુટી કમાન્ડટ શ્ર રાકેશપતિ કુશવાહા, આસિસ્ટન્ટ કમાન્ડટ શ્રી આશિષકુમાર વર્મા એ આવકાર આપી જવાનો નો પરિચય આપ્યો હતો. સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ વીર જવાનો ને બિરદાવયા હતા. આ સાથે મહાવીરસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, વસંતભાઈ વાઘેલા ચંદનસિંહ રાઠોડ, પરેશભાઈ ભાનુશાલી, ગોપાલભાઈ ગઢવી, હરિસિંહ રાઠોડ, જયંતીભાઈ સેંઘાણી, નરેન્દ્રસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા, નીતિનભાઈ પટેલ, ગોકુળભાઈ ડાંગર, શૈલેશભાઈ ચૌહાણ, મનીષભાઈ બારોટ, મોહનભાઇ ચાવડા, રાજુભાઇ સરદાર, યુગરાજસિંહ સરદાર,કમલભાઈ ગઢવી, નરેશભાઇ મહેશ્વરી, પ્રકાશભાઇ મહેશ્વરી, હિતેશભાઈ ગોસ્વામી, વિરમભાઈ આહીર, મયુરસિંહ જાડેજા, જયંતભાઈ ઠક્કર,
યોગેશભાઈ ત્રિવેદી, અલ્પેશભાઈ પટેલ, અનુભા જાડેજા, ચેતન ઠક્કર, રાજુભાઇ રબારી, રાજેશભાઇ રબારી ઉપસ્થિત રહ્યા હતા. પારૂલબેન કારા, લક્ષ્મીબેન ખેતાણી, નયનાબેન પટેલ, જાગૃતિબેન ઠક્કર, નિતાબેન ઠક્કર, ઇલાબેન ચાવડા, ઉપસ્થિત સૌ બહેનોએ રાખડી બાંધી સરહદ ના સંત્રીઓ ને આશિષ પાઠવ્યા હતા.