નાના અંગિયા ફાટક પાસે અજાણ્યા વાહને ઠોકર મારતા ઊંડા ખાડામાં પડેલ ગૌમાતાને બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયા

આજરોજ ગૌવંશમ ગ્રુપ નખત્રાણા ટીમ ને જાણ થતા એક ગૌ માતાને નાના અંગિયા ફાટક પાસે અજાણ્યા વાહને ઠોકર મારતા તે રસ્તાની બાજુમાં આવેલ એક ઊંડા ખાડામાં પડી ગયેલ છે અને ગંભીર રીતે ઘાયલ થયેલ છે તાત્કાલિક ગૌવંશમ ગ્રુપ નખત્રાણા ની ટીમ પહોંચી ને રેસ્ક્યુ કરી ને 2 કલાક ની મહા મહેનતબહાર કાઢી ને પ્રથમ પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે શ્રી શુંપારેશ્વર જૈન યુવક મંડળ પશુ હોસ્પિટલ ભુજ ખાતે મોકલાવે આ સેવામાં જે આર ગોસ્વામી ધ્રુવભાઈ પટેલ સંજયભાઈ રબારી જયદીપસિંહ જાડેજા હમીરભાઈ રબારી નથુભાઈ રબારી તેમજ ગૌવંશમ ગ્રુપ નખત્રાણા ની ટીમ તેમજ ગૌ પ્રેમીઓ ગૌ સેવકો આ ભગીરથ કાર્યમાં જોડાયા હતા તેવું જે.આર ગોસ્વામી ની યાદી માં જણાવ્યું હતું