પાકની હોસ્પિટલમાં 15 નવજાતનાં મૃત્યુ

image

પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના ઘટી છે. બુધવારે ઈસ્લામાબાદમાં પાકિસ્તાન ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સિસના ગાયનેકોલોજી વોર્ડમાં આગ લાગતાં 15 નવજાત બાળકોનાં કરુણ મોત નીપજ્યાં છે.  આ અંગે અધિકારીઓએ કહ્યું કે, આગ લાગી તે સમયે નર્સરીમાં 16 નવજાત બાળકો હતાં, જેમાંથી માત્ર એક જ બાળકનો બચાવ કરી શકાયો હતો. રેસ્ક્યૂ અધિકારીઓના કહ્યા પ્રમાણે આ આગ નર્સરીની અંદર એસીનું કપ્રેસર ફાટવાનાં કારણે લાગી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ આગ સવારે લગભગ 7:00 વાગ્યે લાગી હતી.ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. આ સાથે જ કાલિંગ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનાને પગલે હોસ્પિટલની નવજાત શિશુ અને મેટરનિટી સુવિધાઓમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.રેસ્ક્યૂ ઓપરેશન સાથે જોડાયેલાં સૂત્રોએ કહ્યું કે, `રાજધાની સ્થિત હોસ્પિટલની નર્સરીમાં વહેલી સવારે એર-કન્ડિશનરનું કપ્રેસર ફાટતાં આ આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને ટીમ દ્વારા ઘટનાસ્થળે કાલિંગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.’ જિલ્લા તંત્રના કહ્યા મુજબ, ખઈઇં વોર્ડના ત્રીજા માળે લાગેલી આગમાં 15 બાળકો ગંભીર રીતે દાઝી ગયાં હતાં. જિલ્લા તંત્રના જણાવ્યા પ્રમાણે દુર્ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડની છ ગાડી અને ચાર એમ્બ્યુલન્સ સામેલ હતી. આ ઘટનાની તપાસ માટે એડિશનલ ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.