ભુજ શહેર માં તહેવારો ના દિવસોમાં કાયદો-વ્યવસ્થા જાળવવા બદલ ભુજ શહેર ના “એ” ડીવીઝન, “બી” ડીવીઝન તથા જિલ્લા ટ્રાફિક અધિકારીઓનું શાલ તથા ફુલ હાર થી સન્માનીત કરવામાં આવેલ.

સહકાર સેવા મંડળ ધ્વારા ભુજ શહેર માં તહેવારો ના દિવસોમાં કાયદો-વ્યવસ્થા જાળવવા બદલ ભુજ શહેર ના “”એ” ડીવીઝન ના પી.આઈ. સાહેબશ્રી એમ. આર. નકુમ સાથે તથા “બી” ડીવીઝન ના પી.આઈ. સાહેબશ્રી એસ. એમ. રાણા સાહેબ તથા જિલ્લા ટ્રાફિક ના પી.એસ.આઈ. સાહેબશ્રી આર. વી. જોષી સાહેબ નું શાલ તથા ફુલ હાર થી સન્માનીત કરવામાં આવેલ. તેમજ પોલીસ તંત્ર ની ઉમદા કામગીરી બિરદાવવામાં આવેલ.
આ પ્રસંગે ગુજરાત રાજય વકફ બોર્ડ ના પૂર્વ ડાયરેક્ટર આમદભાઈ જત, ભુજ શહેર કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ સલીમ કાસમભાઈ કીચા, અબ્દુલરશીઠ ઈશાક વિધાણી, માવજીભાઈ ગુસાઈ, તથા સહકાર સેવા મંડળ ના પ્રમુખ ઝહીર સમેજા તથા ઉપપ્રમુખ માલશીભાઈ માતંગ હાજર રહેલ
તમામ એ પોલીસ તંત્ર ધ્વારા હાલમાં ચાલી રહેલ તહેવારોમાં કોમી એકતા પૂર્વક કાયદો -વ્યવસ્થા જાળવી જાહેર જનતા ના હિતમાં કરેલ કાર્યો ને બિરદાવેલ હતા તેમજ ભવિષ્યમાં તેઓ ઉતરોતર પ્રગતિ કરે તેવી સુબેચ્છા પાઠવેલ હતી.
આ કાર્યક્રમનું સંચાલન ઝહીરભાઈ સમેજાએ કરેલ હતુ તેમજ આભાર વિધી માલશીભાઈ માતંગ એ કરેલ હતી.