7 પાસ પુરુષ-મહિલાઓ માટે તક, 5 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે
પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દળ દ્વારા તાલુકા હેડક્વાર્ટર ખાતે તાલીમ પામેલ માનદ વેતન આધારિત ગ્રામ રક્ષક દળ (GRD) અને સાગર રક્ષક દળ (SRD)માં પુરુષ તથા મહિલા ઉમેદવારો માટે ખાલી જગ્યાઓ ભરવાની કામગીરી શરૂ દરિયાઈ તથા ગ્રામ્ય સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા ભરતી પ્રક્રિયા હાથ ધરાઈm GRD અને SRDમાં ભરતી માટે પુરુષ તથા મહિલા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવી શૈક્ષણિક લાયકાત ધોરણ-7 પાસ ફરજિયાત ઉમેદવાર જે વિસ્તારનો રહેવાસી હોય તે જ વિસ્તારની સ્થાનિક ભાષાનું વાંચન અને લેખન આવડવું જરૂરી ઉમર મર્યાદા 20થી 45 વર્ષ પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ 162 સેમી અને વજન 45 કિલો જરૂરી પુરુષ ઉમેદવારો માટે છાતી ફુલાવ્યા વગર 79 સેમી અને ફુલાવ્યા બાદ 84 સેમી હોવી જરૂરી પુરુષ ઉમેદવારોએ 1600 મીટરની દોડ 9 મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ 150 સેમી અને વજન 40 કિલો જરૂરી મહિલા ઉમેદવારોએ 800 મીટરની દોડ 5 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે ભરતી પ્રક્રિયા માટે નિયત નમૂનાનું અરજીફોર્મ મેળવી તમામ જરૂરી આધાર-પુરાવા સાથે અરજી કરવાની રહેશે અરજી ફોર્મ તા. 5 સપ્ટેમ્બર 2026 સુધી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાનું રહેશે