જંગી PHC ખાતે સઘન IEC અભિયાન-3.0 અંતર્ગત HIV/AIDS, ટીબી, હિપેટાઇટિસ અને લેપ્રસી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ભચાઉ તાલુકાના જંગી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) દ્વારા રાષ્ટ્રીય AIDS અને STD નિયંત્રણ કાર્યક્રમ (NACP) અંતર્ગત ઘન IEC અભિયાન-3.0 હેઠળ જંગી કુમાર શાળા ખાતે HIV/AIDS, ટીબી, હિપેટાઇટિસ, લેપ્રસી સહિતના ચેપી રોગો અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.મગ્ર દેશમાં તા. 12 ઓગસ્ટથી 12 ઓક્ટોબર, 2026 દરમિયાન સઘન IEC અભિયાન-3.0 હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ HIV/AIDS સહિત વિવિધ ચેપી રોગો અંગે જનજાગૃતિ વધારવા, રોગ અંગેની ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ દૂર કરવા તેમજ સમયસર તપાસ, નિદાન અને યોગ્ય સારવાર માટે લોકોને પ્રેરિત કરવાનો છે. જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. મિતેશ ભંડેરીના દિશાનિર્દેશન હેઠળ, જિલ્લા TB-HIV અધિકારીશ્રી ડો. મનોજ દવે તથા ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો. નારાયણ સિંઘના સંકલન અને સહયોગથી, તેમજ જંગી PHCના મેડિકલ ઓફિસરશ્રી ડો. પ્રિયા પટેલના દિશાનિર્દેશનમાં અને ICTC ભચાઉના સંકલનથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે PHC જંગી-1 અને જંગી-2ના CHO, MPHW તથા FHW દ્વારા શાળાના વદ્યાર્થીઓને HIV/AIDS, STI, ટીબી, હિપેટાઇટિસ અને લેપ્રસી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને વિવિધ ચેપી રોગોના કારણો, લક્ષણો, સંક્રમણથી બચવાના ઉપાયો, સમયસર તપાસ, વહેલું નિદાન અને યોગ્ય સારવારના મહત્વ અંગે સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી. HIV/AIDS અંગે સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ દૂર કરવા તેમજ HIV સાથે જીવતા વ્યક્તિઓ પ્રત્યે ભેદભાવ ન રાખવા અંગે પણ વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા. ટીબીના લક્ષણો જણાય તો સમયસર નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી તપાસ કરાવવી અને તબીબી સલાહ મુજબ સંપૂર્ણ સારવાર લેવી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હિપેટાઇટિસ અને લેપ્રસી અંગે વિદ્યાર્થીઓને રોગના લક્ષણો, બચાવના ઉપાયો તથા સમયસર આરોગ્ય સેવાઓ મેળવવાના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓને કાર્યક્રમ દરમિયાન મળેલી આરોગ્યલક્ષી માહિતી પોતાના પરિવાર અને સમાજ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
સઘન IEC અભિયાન-3.0 અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ તથા સમાજમાં HIV/AIDS સહિતના ચેપી રોગો અંગે વૈજ્ઞાનિક અને સાચી સમજ વિકસાવવાનો, ગેરમાન્યતાઓ દૂર કરવાનો તથા રોગોના સમયસર નિદાન અને યોગ્ય સારવાર અંગે જાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો.
આ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા “જાગૃતિ, સમયસર તપાસ અને યોગ્ય સારવાર”નો સંદેશ લોકો સુધી પહોંચાડી ચેપી રોગોના નિયંત્રણ અને નિવારણમાં જનભાગીદારી વધારવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે..