ગળપાદરના વર્ધમાન નગરમાં ત્રણ ઇસમોઓ વડે બે યુવાનો ઉપર જીવલેણ હુમલો કર્યો

 અહીંના ગળપાદર વર્ધમાન નગરમાં ત્રણ ઇસમોઓ ધોકા, પાવડા વડે બે યુવાનો ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. સૂત્રો પરથી મળતી માહિતી સામે ચાર શખ્સએ ધોકા વડે પિતા-પુત્ર એવા ત્રણ લોકોને માર માર્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ હતી. સહારાનગર ગળપાદરમાં રહેનાર બ્રિજેશ રામનારાયણ યાદવએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગત તા. 8/9ના રાત્રે રાજવીબાગ સોસાયટીના ગેટ પાસે ઝઘડો થતો હોઇ ફરિયાદી ઊભો રહ્યો હતો. ઝઘડો પૂરો થતાં સોસાયટીના શિવુભાએ ઝઘડો પૂરાહે થયો છે કેમ ઊભા છો તેમ કહી બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. ફરિયાદી બાદમાં કૌટુંબિક ભાઇ વિનોદના ઘરે ગયો હતો ત્યારે શિવુભા તથા તેમના દિકરા યુવરાજસિંહ શિવુભા વાઘેલા,  મયુરસિંહ શિવુભા વાઘેલા આવી ગાળાગાળી કરવા લાગ્યા હતા. ઉશ્કેરાયેલા આ ત્રણેયએ લાકડા તથા પાવડા વડે ફરિયાદી તથા વિનોદને માથામાં ઘા ઝીંકી દીધા હતા. બંનેને સારવાર માટે લઇ જવાતા વિનોદને હેમરેજ તથા અસ્થિભંગ સહિતની ઇજાઓ હોવાનું બહાર આવ્યું હતું. બીજી બાજુ યુવરાજસિંહ શિવુભા વાઘેલા એ પોલીસ મથકે બ્રિજેશ યાદવ, વિનોદ યાદવ, પ્રમોદ તથા રાજા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીની સોસાયટીમાં સાહિલ ગુપ્તા અને છોકરાઓ સાથે બીજા રાજસ્થાની છોકરા બોલાચાલી કરતા હતા ત્યારે ફરિયાદીના પિતા ત્યાં સમજાવા ગયા હતા.  ઝઘડો પતતા ફરિયાદીના પિતા બ્રિજેશ યાદવને ચાલ્યા જવાનું કહેતાં તેણે બોલાચાલી ઝઘડો કર્યો હતો. બાદમાં વિનોદના ઘર પાસે આ આરોપીઓ ગાળાગાળી કરતા હોય તેને સમજાવવા જતાં ચારેય આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતા. અને ફરિયાદી ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો તથા તેના ભાઇ, પિતાને માર માર્યો હતો. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે લઇ જવાયો હતો. બનાવ અંગે બંને  પક્ષોની ફરિયાદ પોલીસે નોંધી આગળની તપાસ હાથ ધરી છે.