જિનપિંગની ભારત મુલાકાત અંગે ચીનના વિદેશ મંત્રાલયના નિવેદનથી મૂંઝવણ!

image

ચીની વિદેશ મંત્રાલય ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત મુલાકાત અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી આપી રહ્યા. ગુરુવારે બેઇજિંગમાં યોજાયેલી એક બ્રીફિંગ દરમિયાન જ્યારે આ મુલાકાત વિશે પૂછાયું ત્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને કહ્યું હતું કે આ બાબતે તેમની પાસે આ પ્રકારની કોઈ સૂચના કે માહિતી જ નથી.જોકે, રાષ્ટ્રપતિ જિનપિંગની મુલાકાત અંગે કોઈ પાકી માહિતી નથી. BRICS શિખર સંમેલન ૧૧ થી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં યોજાઈ રહ્યું છે. આ સંમેલન માટે BRICS દેશોના વડાઓ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનની સહભાગિતાની પુષ્ટિ થઈ ચૂકી છે. જોકે, રાષ્ટ્રપતિ જિનપિંગની મુલાકાત અંગે કોઈ પાકી માહિતી નથી.