મસ્કા ગામેથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી માંડવી પોલીસ

માંડવી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. શ્રી એસ. જે. રાણા સાહેબ તથા એ.એસ.આઇ. દીનેશભાઇ ભટ્ટી તથા પો.હે.કો. ગોપાલભાઇ મહેશ્વરી તથા પો.કોન્સ. ચેતનભાઇ રબારી તથા સુરજભાઇ વેગડા તથા ઉદીતભાઇ રાજગોર તથા મહીલા પો.કોન્સ. ઉમેરાબેન સમેજા વિગેરેનાઓ માંડવી પો.સ્ટે. વિસ્તારમા નાઇટ પેટ્રોલીગમા હતા તે દરમ્યાન એ.એસ.આઇ. દીનેશભાઇ ભટ્ટી ને બાતમી  મળેલ કે મસ્કા ગામના સુમરાવાસમા સ્કુલની બાજુમા અમુક ઇસમો ગંજીપાના વડે તીન પત્તીનો પૈસાની હાર જીતનો જુગાર રમે છે.  રેઇડ કરતા જેમા ૧,કાન્તીભાઇ મંગલદાસ રાજગોર ઉ.વ. ૩૮ ૨,ગૌરીશંકર ઉમીયાશંકર રાજગોર ઉ.વ. ૩૪ ૩,નીશાબેન કાન્તીભાઇ રાજગોર ઉ.વ. ૩૩ ૪,ગીતાબેન પ્રતાપગીરી ગોસ્વામી  ઉ.વ. ૪૨ ૫, જલુબાઇ સીદ્દીક સુમરા ઉ.વ.૫૦ રહે. તમામ, મસ્કા તા.માંડવી-કચ્છ વાળા ઇસમો પાસેથી રોકડ રૂપીયા ૧૦,પ૬૦/- તથા મોબાઇલ ફોન નંગ- ૩ (ત્રણ) કી.રૂા.૩,૦૦૦/- તથા ગંજીપાના નંગ-૫૨ કી.રૂા. ૦૦/૦૦ એમ કુલ્લે રૂા.૧૩,૫૬૦/- ના જુગારના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાય ગયેલ હોઇ જેથી ઉપરોક્ત તમામ ઇસમો વિરૂધ્ધ માંડવી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આ કામેની આગળની તપાસ એ.એસ.આઇ. દીનેશભાઇ ભટ્ટી નાઓ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *