રાપર તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી અને ભારતનાં પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રીમતી ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.

IMG_20261031_080505

આજરોજ રાપર વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા ભારતની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય એકતા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરનાર ભારતનાં પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રીમતી ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે રાપર સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાથોસાથ અખંડ ભારતના શિલ્પી, રાષ્ટ્રીય એકતાના પ્રતીક, લોખંડી પુરુષ અને દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાની સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પરિવાર દ્વારા પુષ્પહાર અર્પણ કરી ભાવભીની પુષ્પાંજલિ આપવામાં આવી હતી.આ પ્રસંગે ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ અને સ્વ.શ્રીમતી ઇન્દિરા ગાંધીજીના દેશની એકતા, અખંડિતતા, લોકશાહી અને રાષ્ટ્રનિર્માણ માટેના અમૂલ્ય યોગદાનને યાદ કરી તેમના આદર્શો અને રાષ્ટ્રસેવાના વિચારોને અનુસરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

           આ કાર્યક્રમમાં રાપર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભીખુભાઈ રાજપૂત, કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી બાબુભાઈ ચૌધરી, રાપર તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી અનિરુદ્ધસિંહ જાડેજા, શક્તિસિંહ વાઘેલા, ભરતભાઈ દૈયા, રામજીભાઈ ગોહિલ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.