ભારતીય હવામાન વિભાગ (IMD)ના 16 સપ્ટેમ્બર 2026ના સવારે 5:30 વાગ્યાના IST આધારિત અપડેટ

ભારતીય હવામાન વિભાગ (IMD)ના 16 સપ્ટેમ્બર 2026ના સવારે 5:30 વાગ્યાના IST આધારિત અપડેટ મુજબ, દક્ષિણપૂર્વ પાકિસ્તાન અને આસપાસના વિસ્તારમાં રહેલું Low Pressure Area હવે સૌરાષ્ટ્ર તથા તેને અડીને આવેલા ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર સ્થિત છે.
આ હવામાન પ્રણાલીના પ્રભાવને કારણે ઉત્તર ગુજરાતના દરિયાકાંઠા અને તેની આસપાસના ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર વિસ્તારમાં આગામી 24 કલાક દરમિયાન Squally Weather રહેવાની શક્યતા છે.
પવનની આગાહી:
ઉત્તર ગુજરાતના દરિયાકાંઠા તથા તેની નજીકના અરબી સમુદ્રમાં પવનની ઝડપ 35થી 45 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જ્યારે ઝાપટા સાથે પવનની ઝડપ 55 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
માછીમારો માટે મહત્વપૂર્ણ ચેતવણી:
IMD દ્વારા માછીમારોને આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે અને તેની નજીકના ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે.
કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો તથા દરિયાઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોએ પણ હવામાન વિભાગની નવીનતમ સૂચનાઓ પર નજર રાખવી અને સાવચેતી રાખવી જરૂરી છે.
આગામી 24 કલાક દરમિયાન દરિયાઈ વિસ્તારોમાં પવનની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતી અત્યંત જરૂરી.