CCE (વર્ગ-૩) ની પરીક્ષા આપતા ઉમેદવારો ને બસ સુવિધા બાબત.

આગામી દિવસોમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આયોજિત Combined Competitive Examination (CCE) માં ભાગ લેનારા રાજ્યભરના લાખો ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્રો સુધી સરળતાથી અને સમયસર પહોંચી શકે તે માટે ભુજ એસ.ટી. વિભાગ દ્વારા તા. 29-09-2026 સુધી ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ઉમેદવારોને પરિવહનમાં કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે હેતુથી ભુજ વિભાગ દ્વારા નિયમિત બસો ઉપરાંત વિશેષ જરૂરિયાત અનુસાર એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લેવાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, રાજકોટ તરફ જનારા પરીક્ષાર્થીને બસ સ્ટેશન ઉપરાંત એસ.ટી. દ્વારા નિમવામાં આવેલ બુકીંગ એજન્ટ, GSRTC Official મોબાઈલ એપ, તથા નિગમની વેબસાઈટwww.gsrtc.in ઉપરથી પણ ઓનલાઈન ટિકિટ નું બુકિંગ કરી શકશે, જેથી તમામ મુસાફર જનતાને પ્રવાસનો લાભ મળી રહે. વધુમાં નિયમિત સંચાલન તથા એકસ્ટ્રા સંચાલનની વધુ વિગતો જે તે ડેપો મેનેજરશ્રીઓનો સંપર્ક કરવાથી મળી રહેશે તેવું વિભાગીય નિયામકની અખબાર યાદીમાં જણાવાયું છે.