પાસા વોરંટ ઈસ્યુ ક૨તા કુલે-3 ઇસમોની પાસા તળે અટકાયત કરતી લોકલ કાઈમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ પોલીસ

image

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકથી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ આચ૨તા ઇસમો પર રોક લગાવવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય. જે અન્વયે નીચે જણાવેલ પ્રોહી.ની પ્રવૃત્તિ ક૨તા આરોપીઓ જે બહારના રાજ્યમાંથી પ્રતિબંધિત વિદેશી દારૂનો નાના-મોટા પ્રમાણમાં જથ્થો મંગાવી સંગ્રહ કરી હેરફેર કરવા સબંધે તેમના વિરુધ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પ્રોહીબીશનનાં ગુનાઓ દાખલ થયેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટરશ્રી એલ.સી.બી તથા પોલીસ ઈન્સપેકટરશ્રી અંજાર દ્વારા તેમના વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર ક૨તા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા સદરહુ પાસા દરખાસ્ત કલેકટરથી કચ્છ-ભુજ નાઓ તરફ મોકલી આપવામાં આવેલ. જે અન્વયે મ્હે. કલેકટરશ્રી Anil Ranavasiya સાહેબ કચ્છ ભુજ દ્વારા પાસા દરખાસ્તો મંજુર રાખી આરોપીઓની અટકાયત કરવા પાસા વોરંટ ઈશ્યુ કરતા એલ.સી.બી.ની ટીમ દ્વારા આરોપીઓની પાસા તળે અટકાયત કરી સુરત, વડોદરા તથા અમદાવાદ ખાતે જેલ હવાલે મોકલી આપવામા આવેલ છે.