“સેવા મારું યોગદાન” અંતર્ગત ગાંધીધામ મહાનગરપાલિકા દ્વાર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

7 (27)

 ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સેવા મારું યોગદાન” કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ અને શહેરને વધુ હરિયાળું બનાવવાના હેતુસર ક્રેમેટોરિયમની બાજુમાં વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

        આ કાર્યક્રમ દરમિયાન મ્યુનિસિપલ કમિશનરશ્રી તથા કોર્પોરેટરશ્રીઓની ઉપસ્થિતિમાં કુલ 500 રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મહાનગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા પણ ઉત્સાહપૂર્વક સહભાગી બની વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

        શહેરમાં હરિયાળી વધારવા, પર્યાવરણનું જતન કરવા તથા ભાવિ પેઢી માટે સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણનું નિર્માણ કરવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને વાવેલા વૃક્ષોની યોગ્ય માવજત તથા જાળવણી કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

        આ વૃક્ષારોપણ પ્રવૃત્તિ દ્વારા નાગરિકોમાં પણ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા અને “વૃક્ષ વાવો – પર્યાવરણ બચાવો”નો સંદેશ આપવામાં આવ્યો હતો.