સેવા સંકલ્પ અભિયાન હેઠળ ભુજ અને રાપર ખાતે સાંસદશ્રી તથા ધારાસભ્યોશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું

55

 સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભુજ ખાતે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તથા ભુજ વિસ્તારના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલની હાજરીમાં એન.સી.સીના બાળકો અને પદાધિકારીશ્રીઓ દ્વારા “એક પેડમાં કે નામ 3.0 “ અંતર્ગત  ટપકેશ્વરી રોડ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

 આ સાથે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેલારી ખાતે રાપર વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. —