ભુજ થી ચોટીલા- સાળંગપુર, ભુજ જુનાગઢ – માંગરોળ, ભુજ – ભાવનગર માટે ત્રણ નવી બસ સેવા

01 બસ ફોટો (1)

મુસાફરોની સુવિધા અને વિવિધ શહેરો વચ્ચેની પરિવહન વ્યવસ્થા વધુ સુગમ બને તે હેતુથી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે સાંસદશ્રીએ લીલી ઝંડી આપી નવી બસ સેવાઓને પ્રસ્થાન કરાવ્યું હતું. કચ્છથી સૌરાષ્ટ્રની કનેક્ટિવિટીને વધુ વેગ મળશે. આજે ભુજ એસ.ટી. બસ સ્ટેશન ખાતે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા શરૂ કરવામાં આવેલી ભુજ – સાળંગપુર, માંગરોડ, ભાવનગર ત્રણ નવી બસ સેવાઓનું લોકાર્પણ કરી ફ્લેગ-ઑફ આપી પ્રસ્થાન કરાવ્યું. ભુજ ડેપોથી નીચે મુજબની ત્રણ બસ સેવાઓ શરૂ કરવામાં આવી છ ભુજ–ચોટીલા–સાળંગપુર બસ સેવા સવારે 05:30 કલાકે ભુજથી ઉપડતી આ બસ અંજાર, આદિપુર, ભચાઉ, મોરબી, વાંકાનેર, ચોટીલા થઈ સાળંગપુર પહોંચશે. ભુજ–જુનાગઢ–માંગરોળ બસ સેવા સવારે 08:45 કલાકે ભુજથી ઉપડતી આ બસ અંજાર, ગાંધીધામ, મોરબી, રાજકોટ, જુનાગઢ થઈ માંગરોળ સુધી જશે. ભુજ–ભાવનગર બસ સેવા સવારે 08:15 કલાકે ભુજથી ઉપડતી આ બસ અંજાર, ગાંધીધામ, ભચાઉ, મોરબી, રાજકોટ થઈ ભાવનગર પહોંચશે. આ નવી બસ સેવાઓના કારણે કચ્છ સહિત સૌરાષ્ટ્રના વિવિધ શહેરો વચ્ચે મુસાફરી કરતા નાગરિકો, વેપારીઓ, વિદ્યાર્થીઓ તથા અન્ય મુસાફરોને વધુ સુવિધા મળશે. ખાસ કરીને ભુજ અને કચ્છના નાગરિકોને ચોટીલા, સાળંગપુર, જુનાગઢ, માંગરોળ તથા ભાવનગર તરફની મુસાફરીમાં સીધી બસ સેવા ઉપલબ્ધ થતાં સમય અને શ્રમની બચત થશે. આ નવી બસ સેવાઓના પ્રારંભથી કચ્છ અને સૌરાષ્ટ્ર વચ્ચેની જાહેર પરિવહન વ્યવસ્થા વધુ સુગમ બનશે. ખાસ કરીને ચોટીલા અને સાળંગપુર જેવા યાત્રાધામોની મુલાકાતે જતા શ્રદ્ધાળુઓ તેમજ જુનાગઢ, માંગરોળ અને ભાવનગર તરફ જતા મુસાફરો અને પ્રવાસીઓને વધુ સરળ અને સુવિધાજનક પરિવહન સેવા ઉપલબ્ધ થશે. કચ્છના નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વધુ સારી કનેક્ટિવિટી, સુવિધા અને સરળ પરિવહન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની દિશામાં આ મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રસંગે સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, મુસાફરોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વધુ સારી અને સુલભ જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવી એ પ્રાથમિકતા છે. નવી બસ સેવાઓથી કચ્છ અને સૌરાષ્ટ્ર વચ્ચેનું પરિવહન વધુ સુગમ બનશે. નવી બસ સેવાઓ શરૂ થતાં મુસાફરોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી આ પ્રસંગે વિભાગીય પરિવહન અધિકારી શ્રી વિપુલભાઈ ચૌધરી, તેમજ ST ના કર્મચારી ડોડીયાભાઈ, સામળાભાઈ, વનરાજસિંહ જાડેજા, ભગીરથસિંહ હાજર રહ્યા હતા તેમજ અન્ય સર્વશ્રી શિતલભાઈ શાહ, કમલભાઈ ગઢવી, મિતભાઈ ઠક્કર, મયુરસિંહ જાડેજા, જયંતભાઈ ઠક્કર વિગેરે હાજર રહ્યા હતા.