ખાનાયની વાડીમાંથી રૂા. 18.71 લાખનો શરાબ સાથે એકની અટકાયત

image

અબડાસા તાલુકાના ખાનાય ગામના સોઢા કેમ્પ તરફના માર્ગેની વાડીમાંથી ઓરડીમાં અલાયદી રીતે ચોર ખાનાવાળી જગ્યામાંથી રૂા. 18,71,280ના શરાબના જથ્થા સાથે એક શખ્સને એલસીબીએ ઝડપ્યો છે. અન્ય બે શખ્સનાં નામ ખુલ્યાં છે. મળતી માહિતી મુજબ રાત્રે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે, જીતુભા મંગળસિંહ સોઢા ખાનાય ગામથી સોઢા કેમ્પ તરફ જતા માર્ગે ડાબી બાજુ આવેલી પોતાના કબજા ભોગવટાની વાડીમાં રાજ્ય બહારથી અંગ્રેજી પ્રકારનો ભારતીય બનાવટનો શરાબનો જથ્થો મગાવી વાડીની ઓરડીમાં સંતાડયો છે. આ બાતમીનાં આધારે એલસીબીની ટીમે દરોડો પાડતાં વાડીની ઓરડીમાં આગળ ખેત સંબંધિત પાઇપ અને સાધનોની પાછળ એક વ્યક્તિ ઘૂસી શકે તેવી જગ્યામાં અંદર જતાં લાંબી અલાયદી ઓરડી હતી, જેમાં સંતાડેલો શરાબનો જથ્થો મળી આવ્યો હતો. શરાબની અલગ અલગ બ્રાન્ડની 9,456 બોટલ કિં. રૂા. 16,74,720 તથા બિયરના ટીન નંગ 1560 જેની કિં. રૂા. 1,96,560 એમ કુલ્લે રૂા. 18,71,280ના શરાબના જથ્થા ઉપરાંત ક્રેટા કાર નં. જી. જે.- 11-બી.આર.-9125 અને બોલેરો પિકઅપ નં. જી.જે.- 12- બી.એકસ. -6663 કુલ્લ કિં. રૂા. 10 લાખ તથા એક મોબાઇલ કિં. રૂા. 5000 એમ કુલ્લે રૂા. 28,76,280ના મુદ્દામાલ સાથે નખત્રાણા તાલુકાના ખોંભડીના નવલભા ખેતુભા જાડેજાને ઝડપી લીધો હતો. જ્યારે આ કામના વધુ બેને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે