ગાંધીધામનાઆ મચ્છુનગર મહિલાની હત્યાના પ્રકરણમાં એક શખ્સ રાઉન્ડઅપ

ગાંધીધામના મચ્છુનગર નજીક બાવળની ઝાડીમાં મહિલા સાથે બદકામ કરી તેની હત્યા નીપજાવવાના પ્રકરણમાં એક શખ્સને રાઉન્ડઅપ કરાયો છે. આ અંગે મળતી માહિતી મુજબ શહેરના મચ્છુનગર, ઈન્દિરાનગર નજીક આવેલી બાવળની ઝાડીમાં આ માનસિક વિકૃત સમાન બનાવ સામે આવ્યો હતો. અહીંની એક ખાનગી કંપનીમાં કામ કરનાર મહિલા સવારે પોતાનાં કામે જવા નીકળ્યા હતા ત્યારે વિકૃત માનસિકતા ધરાવતો શખ્સ મહિલાને ઢસડીને બાવળની ઝાડીઓમાં લઈ ગયો હતો, જ્યાં તેણે મહિલા સાથે બદકામ કર્યું હોવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. બાદમાં આ શખ્સે મહિલાના ચહેરા, અન્ય ભાગો તથા ગુપ્ત ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને આખા શરીરે ઉઝરડા જેવી ઈજાઓ કરી હતી. બાદમાં મહિલાની હત્યા કરીને નિર્વત્ર હાલતમાં લાશ મૂકીને નાસી ગયો હતો. આ પ્રકરણમાં પોલીસે એક શખ્સને રાઉન્ડઅપ કરી લીધો હતો તેમજ તેની સાથે અન્ય કોઈ છે કે કેમ ? તે માટે આસપાસની કંપનીઓના સી. સી. ટી. વી. વગેરેની પણ તપાસ કરાઈ હતી. હાલમાં આ એક જ શખ્સ આ પ્રકરણમાં સંડોવાયેલો હોવાનું જણાતો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આગળની તપાસ બી-ડિવિઝન પી. આઈ. એસ. વી. ગોજિયાએ હાથ ધરી છે.