ગાંધીધામમાં અંગ્રેજી દારૂ જપ્ત પરંતુ આરોપી ગેરહાજર
ગાંધીધામના નવી સુંદરપુરી રામબાગ રોડ આહીરવાસમાં આવેલા એક મકાનમાં પોલીસે છાપોમારી રૂા. 39,820નો દારૂ કબ્જે કર્યો હતો પરંતુ આરોપી ગેરહાજર મળ્યો હતો. મળતી માહિતી મુજબ શહેરના નવી સુંદરપુરી આહીરવાસમાં રહેનાર શખ્સ દારૂ વેંચતો હોવાની તથા તે પ્રવૃતી હાલમાં ચાલુ હોવાની સચોટ બાતમી સ્થાનીક પોલીસને મળી હતી બાતમીના આધારે પોલીસ આ શખ્સના કબજાના મકાન પાસે ગઇ હતી પરંતુ પોલીસ આવતી હોવાની જાણ આ શખ્સને પણ મળી ગઇ હોય તેમ તે ઘરે હાજર નહોતો. આ મકાનમાંથી ગ્રીનલેબલ, વાઇટલેબલ વોડકા, એઇટ પી.એનની બોટલો કવાર્ટરીયા એમ કુલ રૂા 39,820નો દારૂ કબ્જે કરાયો હતો. હાથમા ન આવેલા આ શખ્સને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.