ગાંધીધામમાં મહિલાની હત્યા બાદ બળાત્કારનો ભેદ ઉકેલાયો

મચ્છુનગર રેલવે ફાટક પાસે બાવળની ઝાડીમાંથી 45 વર્ષીય મહિલાની લાશ મળી હતી 19 સપ્ટેમ્બરે મહિલાની લાશ મળી આવતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો પોલીસે FSL, ક્રાઇમ સીન એક્સપર્ટ, ડોગ સ્કોડ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ શરૂ કરી ઘટનાસ્થળેથી મળેલા રૂમાલ અને નજીકના CCTV કેમેરાના આધારે શંકાસ્પદ આરોપીની ઓળખ થઈ પોલીસે ગણતરીના કલાકોમાં ઇન્દિરાનગર રેલવે પાટા પાસેથી આરોપીને ઝડપી પાડ્યો પોલીસ પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત આપી હોવાનો પોલીસનો દાવો મહિલા ટિફિન લઈને બાવળવાળા રસ્તેથી પસાર થતી હતી ત્યારે આરોપીએ તેને પકડી પાડી મહિલાએ બૂમો પાડતા આરોપીએ ગળું દબાવી તેની હત્યા કરી હોવાની કબૂલાત ત્યારબાદ આરોપીએ મહિલા સાથે બળાત્કાર કરી લાશ બાવળની ઝાડીમાં ફેંકી દીધી હોવાની કબૂલાત પકડાયેલ આરોપી પ્રેમસિંગ પુરીબાગ, ઉંમર 23 વર્ષ આરોપી મૂળ શ્રદ્ધાપુર, થાણા સુનાપુર, બોડન, જિલ્લો નુઆપાડા, ઓરિસ્સા રહેવાસી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ