આરટીઓ ભુજ દ્વારા પસંદગીના નંબર માટેની ગોલ્ડન, સિલ્વર નંબરોની નવી સિરિઝનું ઓક્શન કરાશે

 સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, ભુજ-કચ્છની અખબારી યાદી મુજબ એલ.એમ.વી. કારના  ગોલ્ડન, સિલ્વર નંબરો સહિત તમામ નંબરોની નવી સિરીઝ GJ-12-FJનું ઓક્શન શરૂ કરવામાં આવનારું છે. ઓનલાઇન અરજી ૦૯/૧૦/૨૦૨૬, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૧/૧૦/૨૦૨૬, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તારીખ ૧૧/૧૦/૨૦૨૬, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓકશન સમાપ્ત તારીખ ૧૩/૧૦/૨૦૨૬, સમય સાંજે ૪ કલાક સુધી કરવામાં આવશે.