ગાંધીધામના પડાણા પંચરત્ન માર્કેટ સામે ભયાનક અકસ્માત, ડ્રાઇવર કન્ટેનરમાં ફસાયો

પડાણા પંચરત્ન માર્કેટ સામે કન્ટેનર અને ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કન્ટેનરનો ડ્રાઇવર અંદર ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢવા માટે રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી.