unnamed (1)
ભુજના ઐતિહાસિક ‘સ્મૃતિવન’ની મુલાકાતે સંસદીય સમિતિ: કચ્છની ખુમારી અને નવનિર્માણને જોઈને સાંસદો પ્રભાવિત

ભુજ:કચ્છનો ૨૦૦૧નો ગોઝારો ભૂકંપ અને તેમાંથી બેઠા થઈને વિકાસની નવી ઊંચાઈઓ સર કરવાની કચ્છની ખુમારી આખા દેશ માટે પ્રેરણારૂપ છે. આ જ અદભુત નવનિર્માણની ગાથાને પ્રત્યક્ષ નિહાળવા માટે ભારતની સંસદીય સમિતિ (Personnel, Public Grievances, Law And Justice) ના સભ્યોએ ભુજ ખાતે આવેલા વૈશ્વિક કક્ષાના ‘સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય’ ની મુલાકાત લીધી હતી.