`નેતન્યાહુનો સ્મિતને ફોન : `હીરો’ કહ્યો

image

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ ફલાય દુબઈનાં વિમાનમાં ભારતીય પાઈલટ સ્મિત મચ્છરે બતાવેલી બહાદુરીની પ્રશંસા કરી હતી.સૂત્રો પરથી મળતી માહિતી નેતન્યાહુએ સ્મિતને ફોન કરીને લગભગ છ મિનિટ વાતો કરી હતી. ઈઝરાયલી વડાપ્રધાને ગુજ્જુ પાઈલટને ફોન કરીને કહ્યું હતું કે, આપ ભારત અને ઈઝરાયલના લોકોના સાચા હીરો છો. આપ આખી દુનિયાના હીરો છો. નેતન્યાહુએ સ્મિતને ઈઝરાયલ આવવાનું આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યંy હતું કે, હું આપને અને મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવતા સ્વાતંત્ર દિવસ પર ઉજવણીની મશાલ પ્રગટાવવાનું નિમંત્રણ આપું છું. બેન્જામીને સ્મિતને પૂછ્યું હતું કે, વિમાનમાં ખરેખર થયું શું હતું? કેપ્ટને કહ્યું હતું કે, હુમલાથી પહેલાં સહપાઈલટે નમાજ કરવાની વાત કરી હતી. તેની થોડીક મિનિટો બાદ અચાનક મારા પર હુમલો કરી નાખ્યો હતો. સંકટની સ્થિતિમાં પણ આપના સાહસ અને સૂઝબૂઝને જોઈને ભારે આશ્ચર્ય થાય છે. હું ઈચ્છું છું કે, આપ જલ્દી ઠીક થઈ જાવ, તેવી શુભેચ્છા પણ નેતત્યાહુએ આપી હતી. સહપાઈલટ મારી પાછળ બેસીને નમાજ પઢવા લાગ્યો હતો. મારું ધ્યાન વિમાન ઉડાવવામાં હતું. ચાર-પાંચ મિનિટ બાદ અચાનક મારા માથા પાછળ જોરદાર પ્રહાર થયો, તેવું સ્મિતે કહ્યું હતું ગુજરાતી પાઈલટે નેતન્યાહુને જણાવ્યું હતું કે, પ્રહાર થતાં તરત તો વિમાનને કોઈ ગંભીર નુકસાન થયું છે, તેવું મને લાગ્યું હતું, પરંતુ પછીથી ઉપરાઉપરી પ્રહાર શરૂ થતાં જ ને તરત સમજાયું કે મારા પર હુલમો થયો છે.