`ટીમ મોદી’નું વિસ્તરણ હવે તો નક્કી જેવું જ

image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં મંત્રીમંડળનો ચહેરો બદલશે, મતલબ કે કેબિનેટમાં ધ્યાન ખેંચે તેવી ફેરબદલ થશે તેવો સંકેત સોમવારે ઉત્તરપ્રદેશના એક રાજકીય ઘટનાક્રમ પરથી સ્પષ્ટ રીતે મળ્યો હતો.સૂત્રો પરથી મળતી માહિતી ભાજપે ઉત્તરપ્રદેશમાં રાજ્યસભા ચૂંટણી માટે બપોરે આઠ ઉમેદવારનાં નામ જાહેર કર્યાં હતાં, જેમાં મોદી સરકારના મંત્રીઓ હરદીપસિંહ પુરી અને બી. એલ. વર્માને ટિકિટ નથી મળી. આ બંને મંત્રીના રાજ્યસભામાં ફરી પ્રવેશનો માર્ગ સત્તારૂઢ ભાજપે બંધ કરી નાખતાં મોદીનાં મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો તેજ બની હતી. હરદીપસિંહ પુરીનો કાર્યકાળ 25 નવેમ્બર 2026ના પૂરો થાય છે, તો કેન્દ્રીય રાજ્યમંત્રી બી. એલ. વર્માનો કાર્યકાળ પણ ત્યારે જ પૂરો થઇ રહ્યો છે. ભાજપે જૂનમાં રવનીતસિંહ બિટ્ટુને રાજ્યસભાની ટિકિટ આપી નહોતી, તો કાર્યકાળ સમાપ્ત થતાં જોર્જ કુરિયને રાજીનામું આપી દીધું હતું. તે વખતથી જ કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલ થશે તેવી અટકળો તેજ બની હતી. બંને કેન્દ્રીય મંત્રીઓનો કાર્યકાળ 21 જૂનના સમાપ્ત થયો હતો. નિયમ અનુસાર કોઇ પણ કેન્દ્રીય પ્રધાનને પદ પર ટકી રહેવા માટે સંસદના કોઇ પણ ગૃહ, લોકસભા કે રાજ્યસભાના સભ્ય હોવું જરૂરી છે. એ હકીકત નજર સામે રાખતાં કોઇ મંત્રીનો કાર્યકાળ ખતમ થઇ જાય અને તેમણે ફરીવાર ગૃહમાં ન મોકલાય, તો તેવા નેતાનું મંત્રીપદ છોડવું નક્કી મનાય છે.