આશુતોષ દિક્ષિત વાયુસેનાના નવા વડા

image

ભારતીય વાયુદળમાં પહેલી જુલાઈ 2026થી એર વાઈસ માર્શલ તરીકેનો પદભાર સંભાળનારા આશુતોષ દિક્ષિત હવે વાયુસેનાના નવા વડા બનશે.સૂત્રો પરથી મળતી માહિતી તેઓ 31 ઓક્ટોબરના એર ચીફ માર્શલનો કાર્યભાર સંભાળશે. તેમણે કારગિલ યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એ દરમ્યાન ફાઈટર જેટથી ઘૂસણખોરો પર બોમ્બમારો કર્યો હતો. 20 પ્રકારના યુદ્ધજહાજ ઉડાવવામાં માહેર એવા આશુતોષ દિક્ષિતે ઓપરેશન સફેદ સાગર, ઓપરેશન રક્ષક, કોપ ઈન્ડિયા, ઓપરેશન સિંદૂર જેવા મિશન અને લશ્કરી અભ્યાસમાં પણ ભાગ લીધો હતો. ભારતીય વાયુદળમાં સ્વદેશી એલએસી તેજસ અને બીજા સ્વદેશી વિમાન પ્રોજેકટને આગળ વધારવામાં તેમની નોંધપાત્ર ભૂમિકા રહેલી છે. તેમને 3પ00 કલાકથી વધુ વિમાન ઉડાવવાનો તથા 40 વર્ષની નોકરીના અનુભવી છે, તેઓ ટેસ્ટ પાઈલટ સાથે ક્વોલિફાઈડ ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર  આશુતોષ દિક્ષિત એર ચીફ માર્શલ પ્રીતિસિંહના અનુગામી બનશે. પ્રીતિસિંહ 30 સપ્ટેમ્બર 2024ના વાયુસેનાના વડા બન્યા હતા અને 31 ઓક્ટોબરના નિવૃત્ત થઈ રહ્યા છે. તેથી તેમનો પદભાર હવે દિક્ષિત સંભાળશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 29 જૂનના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એર માર્શલ દિક્ષિતને પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કર્યા હતા.