આરટીઓ અંજાર દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનોમાં પસંદગીના નંબર માટેની ગોલ્ડન, સિલ્વર નંબરોની નવી સિરિઝનું ઓક્શન કરાશે

પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, અંજાર-કચ્છની અખબારી યાદી મુજબ ટ્રાન્સપોર્ટ વાહનોમાં ગોલ્ડન, સિલ્વર નંબરો સહિત તમામ નંબરોની નવી સિરીઝ GJ-39-TCનું ઓક્શન શરૂ કરવામાં આવનારું છે. ઓનલાઇન અરજી ૧૬/૧૦/૨૦૨૬, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૮/૧૦/૨૦૨૬, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તારીખ ૧૮/૧૦/૨૦૨૬, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓકશન સમાપ્ત તારીખ ૨૦/૧૦/૨૦૨૬, સમય સાંજે ૪ કલાક સુધી કરવામાં આવશે.

        સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના રૂ.૪૦,૦૦૦, રજત-સીલ્વર નંબરના રૂ.૧૫૦૦૦, અન્ય વાહનો માટે રૂ.૮૦૦૦ રહેશે. પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા https://parivahan.gov.in/fancy પર અરજી કરવાની રહેશે.