પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજનાઓ દ્વારા સાયબર ક્રાઈમના ગુન્‍હા અટકાવવા બાબતે સાયબર અવેરનેસ પ્રોગ્રામ કરવામાટે સુચના આપવામાં આવેલ

image

જે સુચના અનુસંધાનેપોલીસવાયરલેસ ઈન્‍સ્પેક્ટર શ્રી
ડી.જી.ચાવડાસાહેબસાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બોર્ડર રેન્જ ભુજ નાઓના માર્ગદર્શન
મુજબપો.સ.ઇ. સુશ્રી પી.આર.જાદવઅને ટે.ઓ. ડી.આર.કટારિયા દ્વારા આજ રોજ તા.
૦૮/૧૦/૨૦૨૬ ના જિલ્લા તાલીમ ભવન, હેડક્વાર્ટર ભુજ-કચ્છખાતે“સાયબર ક્રાઈમ
અવેરનેસ કાર્યક્રમ”માં હાજર રહી માહિતી આપેલ.

જે કાર્યક્રમમાં રિઝર્વ પોલીસ ઈન્‍સ્પેક્ટરશ્રી આર.જે.રતડા સાહેબ હાજર
રહેલતથા ઇજનેરી કોલેજનાં સ્ટુડન્ડસ તેમજ હાસ્ય પરીવાર સંઘ, ભુજ નાં વરિષ્ઠ નાગરીકો
જગદીશભાઈ ગોર, વિનોદભાઈ સલાટ, પંકજભાઈ, દિલીપભાઈ સોની, કૈલાશભાઈ,
નૈયરબ્રધર્સ, કૈલાશભાઈ, દમયંતીબેન,મરિયમબેન, અશોકભાઈવાસુ, શાહભાઈ વિગેરેબહોળી
સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ કાયૅક્રમમાં વિધુત નિરીક્ષકશ્રીની કચેરીનાં સીની. કલાકૅ એમ. આઇ. બાયડ નો પૂરો
સહયોગ મળ્યો હતો.

સદર કાર્યક્રમમાં આશરે ૫૦થી વધુ સંખ્યામાં લોકોની ઉપસ્થિતીમાં કયા
કયા પ્રકારના સાયબર ક્રાઇમ થાય છે. સાયબર સિક્યોરીટી અને સેફ્ટી શુ છે અને ખાસ
કરીને વર્તમાનમાં વિડીઓ કોલ મારફતે થઈ રહેલડીજીટલ અરેસ્ટ અને બેંકોને લગતા
નાણાકીય ફ્રોડ વિશે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જાણકારી આપી તથા
સાયબર ક્રાઇમથી બચવા શુ સાવધાની રાખવી, સાયબર ક્રાઇમનો બનાવ બને ત્યારે વિના
વિલંબે ૧૯૩૦ પર કોલ કરી અથવા www.cybercrime.gov.inવેબ સાઇટ પર જઈ કમ્પ્લેઇન
કરી જિલ્‍લામાં કાર્યરત સાયબરક્રાઈમ પોલીસ સ્ટેશનનો તાત્કાલીક સંપર્ક કરવા સમજ
આપવામાં આવી.

નમ્ર અપીલ

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જણાવવામાં આવે છે કે આપના
મોબાઇલ ઉપર કોઇ પણ પ્રકારના બેંન્કમાંથી માહીતી માટે ફોન આવે તો આવા ફોનનો

જવાબ આપવો નહી જરૂર જણાયતો રૂબરૂ બેન્કમાથી માહીતી મેળવવી અથવા આપવી.
“Google/Facebook” ઉપરથી મેળવેલ કોઇ પણ કસ્ટમર કેરના નંબર ઉપર ભરોશો કરવો
નહી. કસ્ટમર કેર નંબર ઓફીસીયલ વેબસાઇટ ઉપરથી જ લેવો તેમજ આવા ફોન નંબર
પર વાત કરતા સમયે કોઇ પણ પ્રકારની બેંકની માહીતી,OTP,CVV, ગુપ્ત પીન વગેરે
આપવુ નહી કે કોઇ પણ પ્રકારની એપ્લીકેશન મોબાઇલમા ઇન્સ્ટોલ કરવા કહે તો કરવી
નહી
ઓનલાઈનટ્રેડીગનાંકિસ્સામાંસામેવાળાગ્રાહકઅથવાવ્યાપારીનેવેરીફાયકર્યાવગરનાણાકીયલેવ
ડ-દેવડકરવીનહી તથાકોઈ અજાણ્યાQRકોડ પર ક્લિકકરવુનહીતેમજ આપની જાણ માટે કે
UPI પીન ફક્ત ને ફક્ત રૂપીયા ટ્રાન્સફર કરવા માટે એપમા એન્ટર કરવાનો હોઇ છે રૂપીયા
રીસીવ કરવા માટે UPI પીન એન્ટર કરવાનો હોતો નથીતેની તકેદારી રાખવી. આવા
કીસ્સામાં આપ નાણાકીય છેતરપીંડીનો ભોગ બની શકો
છો.ટૂંકાસમયગાળામાટેલોનઆપવાનુંજણાવતીઈન્સટન્ટ લોનએપડાઉનલોડકરવાનુટાળો.