ભાગીદારે આપેલો ચેક પરત થવાના કેસમાં ઈસમને એક વર્ષની સજા

ભાગીદારી પેઢી વિસર્જન થતાં ફરિયાદીની નીકળતી રકમનો આપેલો ચેક પરત ફરતાં થયેલા કેસમાં આરોપી ને કોર્ટે તક્સીરવાન ઠેરવી એક વર્ષની કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે. ફરિયાદી લોડાઇ ના આરોપી વચ્ચેની રહેલી ભાગીદારી પેઢી વિસર્જન થતાં ફરિયાદીની નીકળતી કાયદેસરની લેણી રકમની ચૂકવણી પેટે આરોપીએ રૂા. 11.75 લાખનો ચેક આપ્યો હતો જે પરત ફરતાં ફરિયાદીએ આરોપી વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી હતી. આ કેસમાં ભુજના ચીફ જ્યુ. મેજિ.એ આરોપીને તક્સીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તથા આરોપીને ફરિયાદીને ચેકની રકમ સહિત કુલે રૂા. 12.92 લાખ વળતર પેટે છ માસમાં ચૂકવવા અને જો વળતર ન ચૂકવે તો વધુ બે માસની કેદની સજાનો હુકમ કર્યો છે. ફરિયાદીના એડવોકેટ તરીકે મયૂરભાઇ એ. પુરોહિત તથા પાર્થ એમ. પુરોહિત હાજર રહ્યા હતા.