ગાંધીધામમાં અગમ્ય કારણે યુવાને ફાંસો ખાઇ જીવ દીધો

October 10, Sat, 2026

શહેરના ભારતનગર વિસ્તારમાં રહેનારા પ્રવીણ ભવરલાલ આદિવાલ (ઉ.વ. 32) નામના યુવાને ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.  શહેરના ભારતનગર સાધુ વાસવાણી સોસાયટી પ્લોટ નંબર 322માં ગત તા. 8/10ના આ બનાવ બન્યો હતો. અહીં રહેનારા 32 વર્ષીય પ્રવીણ આદિવાલ નામનો યુવાન પોતાના ઘરે હતો દરમ્યાન તેણે અગમ્ય કારણોસર પંખામાં ઓઢણી બાંધી ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.