અંજાર પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ

image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ‚ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોઈસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એમ. મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. પંકજકુમાર કુશવાહ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઇ જોષી, શ્યામભાઇ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ ગઢવીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે દરમ્યાન હ્યુમન સોર્સીસ આધારે પંકજકુમાર કુશવાહ નાઓને બાતમી હકીકત મળેલ કે, મોટાપીર ચોકડી પાસે એક ઇસમ હાજર છે જે અંજાર ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. ૧૧૯૯૩૦૦૩૨૩૦૧૬૦/૨૦૨૬ બી.એન.એસ.ની કલમ ૩૦૩ (૨).૫૪ મુજબ ના ગુન્હા કામે નાસતો-ફરતો આરોપી કાસમ જખરા મોખા રહે. નાના -વરનોરા તા.ભુજ વાળો છે. જે સચોટ બાતમી હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ જેની પુછ પરછ કરતા અંજાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીના ગુના કામે ધરપકડથી નાસતો ફરતો હોવાની હકીકત જણાવતો હોય જેથી મજકુર ઇસમને ઉપરોક્ત ગુના કામે બી.એન.એસ.એસ. એક્ટ કલમ ૩૫(૧)જે મુજબ ધોરણસર અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી સારૂ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન સોંપવામા આવેલ છે