રિયાધ એરપોર્ટ પર મિસાઈલ કહેર! 12ના મોત, 309થી વધુ લોહીલુહાણ, અમેરિકા ભડક્યું

સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં કિંગ ખાલિદ એરપોર્ટ પર યમનના હુતી વિદ્રોહીઓએ કરેલા ભયાનક હુમલાએ આખી દુનિયાને હચમચાવી દીધી છે.

પ્રાપ્ત માહિતી મુજબ 10 ઓક્ટોબરના રોજ બપોરના સમયે બે મિસાઈલો એરપોર્ટના ટર્મિનલ 3 અને 4 પર આવીને ફાટી હતી. આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 12 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 309થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

સાઉદીના ઉડ્ડયન વિભાગે જણાવ્યું કે મૃતકોમાં 4 સાઉદી નાગરિકો ઉપરાંત 2 બાંગ્લાદેશી અને અમેરિકા, ઇજિપ્ત, જોર્ડન, સીરિયા સહિત અન્ય દેશોના લોકો સામેલ છે. એક ભારતીયના મોતના સમાચારથી મૃતકઆંક 13 થયો છે.

આ ઘટના બાદ સમગ્ર એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે અને રિયાધની તમામ સ્કૂલોને ઓનલાઇન કરી દેવામાં આવી છે. હુતી પ્રવક્તાએ આ હુમલાની જવાબદારી લીધી છે. સામે પક્ષે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા આ મામલે ચૂપ નહીં રહે અને જલ્દી જ મોટો નિર્ણય લેવાશે.