એહરામમાં જ શહાદત! રિયાઝ એરપોર્ટ હુમલામાં બાંગ્લાદેશી આલિમ શેખ નસરુલ્લાહ બદર શહીદ

રિયાઝ એરપોર્ટ પર થયેલા હુતી મિસાઈલ હુમલામાં સૌથી દર્દનાક કહાની બાંગ્લાદેશી આલિમ શેખ મોહમ્મદ નસરુલ્લાહ બદરની સામે આવી છે.

35 વર્ષીય મુફતી નસરુલ્લાહ બદર ઉમરાહ માટે એહરામ પહેરીને જઈ રહ્યા હતા, ત્યારે જ મિસાઈલ સીધી ટર્મિનલ પર આવીને ફાટી હતી. હુમલા સમયે તેઓ ફ્લાઈટની રાહ જોઈ રહ્યા હતા.

મૂળ બાંગ્લાદેશના કુમિલ્લા જિલ્લાના નાંગલકોટના રહેવાસી શેખ નસરુલ્લાહ ઢાકામાં જામિયા અરબિયા રબીઉલ ઉલૂમ મદરસામાં શિક્ષણ ઉસ્તાદ સચિવ તરીકે સેવા આપતા હતા. તેઓ 45 લોકોના કાફલા સાથે ઉમરાહ માટે નીકળ્યા હતા.

હુમલા બાદ તરત જ તેઓએ પોતાના પરિવારને બે વાર ફોન કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ગંભીર રીતે ઘાયલ હોવાના કારણે તેઓ બોલી શક્યા ન હતા. બીજા દિવસે 11 ઓક્ટોબરના રોજ બાંગ્લાદેશી દૂતાવાસે તેમના શહીદ થયાના સમાચાર વાવડ આપ્યા હતા.

તેઓ પાછળ પત્ની અને ત્રણ નાના બાળકોને છોડી ગયા છે, જેમાં સૌથી મોટો દીકરો 7 વર્ષનો, દીકરી 5 વર્ષની અને સૌથી નાનો દીકરો માત્ર 2 વર્ષનો છે. આ ઘટનામાં અન્ય એક બાંગ્લાદેશી શહીદ અહેમદનું પણ મોત થયું છે.

સાઉદી એવિએશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર આ હુમલામાં કુલ 13 લોકોના મોત થયા છે અને 309 લોકો ઘાયલ છે.