ક્રાઇમ-2 બોર્ડર રેન્જનો સપાટો! ભચાઉમાં 63.41 લાખનો દારૂ ઝડપાયો

image

મહે.શ્રી ચીરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજ નાઓએ સરહદી બોર્ડર રેન્જના જીલ્લાઓમાં નવરાત્રી/દિવાળી નિમિતે પ્રોહીબીશનની પ્રવૃતિઓને સદંતર નેસ્ત-નાબૂદ કરવા અને આવી પ્રવૃત્તિ આચરતા અસામાજિક તત્વો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી એલ.પી.બોડાણા પોલીસ ઈન્સ્પેક્ટર કાઈમ-૨. બોર્ડર રેન્જ સરહદી વિભાગ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ-૨ બોર્ડર રેન્જ સરહદી વિભાગ ભુજની ટીમના માણસો કાર્ય૨ત હતા તે દરમ્યાન આજરોજ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, ભચાઉ તાલુકાના જુના કટારીયા ગામની સીમમાં રેલ્વેના પાટાની બાજુમાં આવેલ અવાવરુ ખેતરોમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનુ કટીંગ ચાલુમાં છે જેથી મળેલ હકિકત આધારે સરહદી રેન્જ ભુજ ટીમ તથા લાકડીયા પોલીસ સ્ટાફે રેડ ક૨તા હકિકતવાળી જગ્યાએથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો તથા ક્વાટરીયા કુલ નંગ-૧૪.૦૪૦/- કિ.રૂ.૩૦,૪૧,૧૬૦/- તથા અલગ-અલગ વાહનો નંગ-૪ કુલ કી.રૂ.33,00,000/- એમ કુલ મુદ્દામાલ કી.રૂ ૬૩,૪૧,૧૬૦/-નો મુદામાલ કબ્જે કરી ગુનામાં સામેલ ઈસમો વિરૂધ્ધ કાયેદાર કાર્યવાહી થવા માટે લાકડીયા પોલીસ સ્ટેશન ખાતે પ્રોઠીબીશન ધારા તળે ગુન્હો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.