નકલી આધારકાર્ડ બનાવતો શખ્સ ઝડપાયો
ભુજ એલસીબીએ સાચા આધારકાર્ડનો ઉપયોગ કરી તેના જેવું જ નકલી આધારકાર્ડ બનાવી પોતાનો આર્થિક લાભ મેળવતા ગુંદિયાળીના શખ્સને મુદ્દામાલ સાથે પકડી પાડયો હતો.મળતી માહિતી મુજબ એલસીબીએ બાતમીના આધારે માંડવી તાલુકાના ગુંદિયાળીના શખ્સને ઓરિજિનલ આધારકાર્ડનો ઉપયોગ કરી તેના જેવું જ નકલી આધારકાર્ડ બનાવી આર્થિક લાભ મેળવતા આ શખ્સોને ચાર આધારકાર્ડ તથા કાર્ડની ઝેરોક્ષ, આઇ.ટી.આઇ.ના સર્ટિની નકલ, કોમ્પ્યુટર-પ્રિન્ટર અને લેમિનેશન મશીન સહિતના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે. .