પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી આજરોજ કચ્છ પ્રવાસે પધાર્યા

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિવિધ સંગઠનાત્મક બેઠકો યોજી
નખત્રાણા ખાતે નગર કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું તેમજ માતાના મઢ ખાતે મા આશાપુરાના દર્શન અને આરતીનું સદ્ભાગ્ય પ્રાપ્ત કર્યું
પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી આજરોજ કચ્છ પ્રવાસે પધાર્યા હોઈ સમગ્ર દિવસ દરમિયાન બેઠકો અને સંગઠનાત્મક કામગીરીનો ભારે ધમધમાટ જોવા મળ્યો હતો.
સૌ પ્રથમ વિવિધ ક્ષેત્રોમાં સેવાકીય કાર્યો દ્વારા સમાજમાં યોગદાન આપી રહેલા સેવાભાવી યુવાનોની સાથે એમને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે એક પરિચય વર્ગ યોજાયો હતો જેમાં પણ રત્નાકરજીએ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યશાળામાં યુવાનો સાથે સંવાદ કરી રત્નાકરજી દ્વારા ‘રાષ્ટ્ર પ્રથમ’ ની ભાવના સાથે રાષ્ટ્ર સેવા અને જન જનના કલ્યાણના સંકલ્પને સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટીના સંગઠન સાથે જોડાવા સૌને આહ્વાન કરવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે સમાજસેવાની ભાવનાને સંગઠનાત્મક શક્તિમાં પરિવર્તિત કરી, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોએ સહભાગી બનવું આવશ્યક છે.
આ પ્રસંગે જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે આ જ સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીના ૬ મોરચા અને ૧૭ મંડળોમાં પણ સેવાભાવી યુવાનોને સંગઠન સાથે જોડવાના અભિયાનનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે જે વાસ્તવમાં યુવાનોની શક્તિ, સેવાભાવ અને સંગઠનની સામૂહિક તાકાતથી રાષ્ટ્રસેવા અને જનસેવાના કાર્યને વધુ વેગ આપવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે.
ત્યારબાદ શ્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં કચ્છ કમલમ્, ભુજ ખાતે શક્તિ કેન્દ્રના સંયોજકોની એક વિશિષ્ઠ બેઠક યોજાઈ હતી જેમાં સંગઠનને મજબૂત બનાવીને બૂથ સ્તરે વધુ સુદૃઢ કરવા, કાર્યકર્તાઓ સાથે સંકલન વધારવા તેમજ જનસંપર્કને હજુ પણ વધુ વ્યાપક અને અસરકારક બનાવવા અંગે મનોમંથન કરવામાં આવ્યું હતું.
બેઠકમાં ઉપસ્થિત શક્તિકેન્દ્રના સંયોજકોને માર્ગદર્શન આપતા શ્રી રત્નાકરજીએ જણાવ્યું હતું કે, શક્તિકેન્દ્રએ આપણા સંગઠનની સૌથી મજબૂત કડી છે અને ચૂંટણી તથા જનસેવા બંને મોરચે તેની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. વધારામાં તેમણે દરેક સંયોજકને પોતાના વિસ્તારના મતદારો સાથે સતત સંવાદ બનાવી રાખવા અને સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે આહ્વાન કર્યું હતું. સંગઠનને વધુ ધારદાર બનાવવા માટે તેમણે બૂથ સ્તરની સમિતિઓને સક્રિય અને મજબૂત કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. શ્રી રત્નાકરજીએ દૃઢ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કાર્યકર્તાઓની નિષ્ઠા અને પરિશ્રમથી જ આપણે દરેક લક્ષ્યને સરળતાથી સર કરી શકીશું.
આ બેઠકમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, જિલ્લા ભાજપ પ્રભારી ફલજીભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોર અને ભીમજીભાઈ જોધાણી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ નખત્રાણા ખાતે પધારેલા પ્રદેશ ભાજપ મહામંત્રીશ્રીએ નખત્રાણા ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું અને જણાવ્યું હતું કે નખત્રાણા ભાજપ કાર્યાલયના લોકાર્પણ થકી પશ્ચિમ કચ્છમાં ભાજપની સંગઠનાત્મક અને સેવાકીય કામગીરીઓને અનેરો વેગ મળશે એમાં શંકાને કોઈ સ્થાન નથી.
જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે આ પ્રસંગે જણાવ્યું હતું કે કાર્યાલય એટલે આપણા કાર્યકરો માટેની એક એવી પાઠશાળા કે જ્યાંથી સતત અવિરત પણે સેવા, સંસ્કાર અને સંગઠનની સરવાણી વહેતી રહે છે
આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે આ કાર્યાલયના ઉદ્ઘાટન થકી છે છેવાડાના માનવી સુધી પહોંચવાનું અને અંત્યોદયના વિચારને સાર્થક કરવાના આપણા મૂળ લક્ષ્યને વધુ સારી રીતે સાધી શકાશે.
સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આ નૂતન કાર્યાલય ચોક્કસપણે સંગઠન, સરકાર અને લોકો વચ્ચેની મુખ્ય ધરી બનીને ભાજપનો વિચાર અને સુવાસ પ્રસરાવશે.
સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કાર્યાલય એ ભારતીય જનતા પાર્ટી માટે સેવાનું એક મંદિર છે તેમજ એક એવું ઉત્તમ માધ્યમ છે જેના દ્વારા સમાજના ખૂણે ખૂણે પથરાયેલા જરૂરિયાતમંદો સુધી આપણે આપણી સરકારોની લોક કલ્યાણની યોજનાઓ પહોંચાડી શકીએ છીએ.
સ્થાનિક ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રત્નાકરજીનો આભાર માનતા જણાવ્યું હતું કે આ કાર્યાલય થકી અમારા વિસ્તારની જરૂરિયાતો, માંગણીએ અને પ્રશ્નોને વધુ ઝડપથી વાચા મળશે અને આ સમગ્ર વિસ્તાર વિકાસની નવી ક્ષિતિજો આંબશે.
આ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપના ત્રણેય મહામંત્રીશ્રીઓ, નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન ગોસ્વામી, નગરપાલિકા પ્રમુખ વસંતભાઈ વાઘેલા, મંડલ પ્રમુખ ધર્મેશભાઈ કેસરાણી, મહામંત્રીઓ હરિસિંહ રાઠોડ, અશ્વિનભાઈ સોની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
દિવસના અંતે શ્રી રત્નાકરજીએ હાલમાં ચાલી રહેલા નવરાત્રીના પાવન પર્વ અનુસંધાને દિવસાંતે કચ્છ ધણિયાણી દેશદેવી મા આશાપુરાના દર્શન – આરતી કરીને ધન્યતા અનુભવી હતી એવું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.