મધ્ય-પૂર્વનું યુદ્ધ ફરી ભડકવાના આભાસ

image

મધ્યપૂર્વ ફરી એકવાર મોટા તનાવની આરે આવીને ઉભું રહી ગયું છે.સૂત્રો પરથી મળતી માહિતી જે કોઈપણ ઘડીએ વિનાશક યુદ્ધમાં ફેરવાઈ શકે છે. યમનમાં ઈરાન સમર્થિત હૂતી અને સાઉદી સમર્થિત સરકારી સેના વચ્ચે ભીષણ લડાઈ જામેલી છે અને આ દરમિયાન અહેવાલો આવી રહ્યાં છે કે, અમેરિકા અને ઈઝરાયલે નવેસરથી ઈરાન ઉપર આક્રમણની તૈયારી શરૂ કરી દીધી છે. અમેરિકાની સમાચાર વેબસાઈટ ડ્રોપસાઈટનાં એક નવા અહેવાલમાં અમેરિકા અને ઈરાનનાં અધિકારીઓનાં હવાલેથી ખુલાસો કરવામાં આવ્યો છે કે, આગામી સપ્તાહે ઈઝરાયલમાં યોજનારી ચૂંટણી પહેલા જ આ સૈન્ય અભિયાનની શરૂઆત થઈ શકે છે.  ઈઝરાયલમાં 27 ઓક્ટોબરે ચૂંટણી છે. નેતન્યાહૂ માટે આ ચૂંટણી બહુ કપરા ચઢાણ જેવી બનવાની છે. તો અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સ્વીકૃતિનો આંક પણ અત્યાર સુધીનાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. નવેમ્બરમાં મધ્યસત્ર ચૂંટણી પણ રિપબ્લિકન પાર્ટી માટે બહુ કઠિન બનશે તેવું માનવામાં આવે છે.  ઈરાનનાં વરિષ્ઠ અધિકારીને ટાંકીને જણાવાયું છે કે, તહેરાનનાં વર્તમાન ગુપ્તચર આકલનો અનુસાર ઈઝરાયલમાં ચૂંટણી પહેલા ઈરાનમાં મોટાપાયે બોમ્બમારો થઈ શકે છે. ઈરાને યુદ્ધ સમાપ્ત કરવા 7 મુદ્દાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો પણ ટ્રમ્પ તરફથી તેનો કોઈ જવાબ આપવામાં નથી આવ્યો. જેનાં હિસાબે વાતચીત ઠપ થઈ ગઈ હતી.  બીજીબાજુ ન્યૂયોર્ક ટાઈમ્સ પણ પોતાનાં અહેવાલોમાં આવા જ સંકેત સાંપડે છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકા અને ઈઝરાયલની સેનાએ યુદ્ધ કવાયતો તેજ કરી નાખી છે. જેમાં ઈરાક ઉપરથી વિમાન ઉડાડીને હુમલાનાં અભ્યાસ પણ થયા હતાં. ઈરાન ઉપર હુમલા માટે જે વિકલ્પોનો વિચાર કરવામાં આવ્યો છે તેમાં ઈરાનની પરમાણુ સુવિધાઓ, મિસાઈલનાં ગોદામો અને ઊર્જાનાં બુનિયાદી ઢાંચાને નિશાન ઉપર રાખવામાં આવ્યા છે. સામે છેડે ઈરાને પણ હુમલાનાં જવાબ માટે તૈયારી કરી છે. ઈરાને પણ સંકેત આપ્યો છે કે, જો કોઈ મોટો હુમલો થશે તો તેનો જવાબ પણ સીમિત નહીં હોય. તહેરાને બુનિયાદી ઢાંચા, કોમર્શિયલ જહાજો અને ડેટા સેન્ટરો અને સમુદ્રમાં બિછાવવામાં આવેલા ઈન્ટરનેટ કેબલો ઉપર જવાબી કાર્યવાહીની ધમકી આપી છે.