જ્ઞાનેશ સામે મહાભિયોગ આવે તો નિયમસર પ્રક્રિયા

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગુરુવારે કહ્યું હતું કે, વિપક્ષ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે મહાભિયોગ પ્રસ્તાવની નોટિસ ફરી આપશે, તો નિયમો મુજબ કાર્યવાહી કરાશે.સૂત્રો પરથી મળતી માહિતી તેની એક પ્રક્રિયા છે, જે રીતે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિને હટાવવાની હોય છે, તે જ રીતે ચૂંટણીપંચના મામલામાં પણ પ્રક્રિયા હોય છે, તેવું તેમણે જણાવ્યું હતું. બિરલાએ કહ્યું હતું કે, લોકતંત્રમાં સૌને પોતાના મત, વિચાર રાખવાનો અધિકાર છે. સંસદમાં જ્યારે વિપક્ષ પ્રસ્તાવ લાવશે,ત્યારે પ્રક્રિયા અપનાવશું. દરમ્યાન, જસ્ટિસ યશવંત વર્મા સંબંધી મામલા પર લોકસભા સ્પીકરે કહ્યું હતું કે, અહેવાલ મળી ગયા છે, હવે તેના પર ચર્ચા કરીને જલ્દી ફેંસલો લેવાશે.