“કરછ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા આયોજન કરછને સ્વતંત્ર શિક્ષક ભરતી ઝોન જાહેર કરો પહેલી શિક્ષણ અંગે વાલી જાગૃતિ સભા યોજાઈ

આજે કરછ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા ગુજરાત કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ પ્રગતિ બેન આહિર તેમજ કરછ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી વી કે હુંબલ ના માર્ગદર્શન હેઠળ પહેલી વાલી જાગૃતિ સભા નુ આયોજન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે કરછ જિલ્લા કોંગ્રેસ સેવાદળ પ્રમુખ રાજેશ સોની એ કરછની ખરાબ શિક્ષણ વ્યવસ્થા અંગે રોષ વ્યક્ત કર્યો હતો
કરછની મોટા ભાગની શાળાઓમાં શિક્ષક ઘટ છે કરછ બહાર ના શિક્ષકો ઉચા મેરીટ ના આધારે કરછમાં નોકરી મેળવી લે છે પરંતુ થોડા સમય મા બદલી કરાવી ને પોતાના વતનમાં ચાલ્યા જાય છે પરિણામે કરછ ની શાળા ઓ આ શિક્ષક ઘટ યથાવત રહે છે આ પરિસ્થિતિ થી કરછ ની શિક્ષણ વ્યવસ્થા ખરાબ થયેલ છે
આખા કરછ મા તબક્કા વાર શિક્ષણ વાલી જાગૃતિ સભા કરવા નો ઠરાવ કરવામાં આવ્યો હતો
આ પ્રસંગે રાજેશ સોની નર્મદા બેન ખોખર આત્મારામ સુઢા રોબીન શાહ મુળજીભાઈ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા